85 - હવે / યોસેફ મેકવાન


મર્મ શબ્દનો કશો અડતો નથી હવે,
સાવ સાચું કોઈ જણ હસતાં નથી હવે,

શૂન્ય થૈ ગઈ આ નગરની ચેતના બધી,
શ્વાસમાં વિશ્વાસનો પડઘો નથી હવે.

એક છેડો હાથમાં રાખું છું એટલે,
સામસામે હું મને મળતાં નથી હવે.

છે જમાનાની વ્યથા આ અંતરે ભરી,
વ્યક્તિગત સુખનો નશો ચઢતો નથી હવે.

આંખમાં આંજી રહી સુરમો ઘમંડનો
તર્કમાં બોલ્યા કરે, જીવતો નથી હવે !

૨૦૦૨


0 comments


Leave comment