86 - તમે / યોસેફ મેકવાન
આજ તો ગુલઝાર લાગો છો તમે,
દર્દનો ઉપચાર લાગો છો તમે.
જોઈને તમને હું રંગીન થાઉં છું,
પ્રાણનો શૃંગાર લાગો છો તમે.
અંગડાઈ સ્હેજ લઈ મલકી જતાં,
પ્રેમનો આકાર લાગો છો તમે.
દમ ઘણો ઘૂંટાય છે જુદાઈમાં,
શ્વાસનો આધાર લાગો છો તમે.
છો અમારા આમ, પણ ક્યારેક તો,
પારકાં પળવાર લાગો છો તમે.
૨૦૦૨
0 comments
Leave comment