87 - હવાઓ / યોસેફ મેકવાન


મને ચોતરફ બાંધતી આ હવાઓ
છતાં આંખમાં કાંપતી આ હવાઓ !

બધે છિન્ન ને ભિન્ન કરતી રહે છે –
નથી કોઈને ગાંઠતી આ હવાઓ !

સમય સાથ રૂખ એ બદલતી ફરે છે
બધીયે હદો લાંઘતી આ હવાઓ.

વનો - જંગલોમાં - ફૂલે – પાન – પત્તે
હશે ગુપ્ત શું વાંચતી આ હવાઓ ?

તમે આમ સામે મળ્યાં જ્યાં અચાનક,
સુગંધો હવે આંજતી આ હવાઓ !

ન કરવાનું સાહેબ, એણે કર્યું છે
હવે ઝાડમાં હાંફતી આ હવાઓ !

૨૦૦૩


0 comments


Leave comment