90 - ...પકડાતી નથી / યોસેફ મેકવાન
શબ્દ ખીલ્યા અર્થની ચાલ પકડાતી નથી,
કાવ્યની ક્યારેય તે નાડ પકડાતી નથી.
યુગયુગોથી ચાંદની પાથરીને બેસતો
ચંદ્ર આકાશે છતાં રાત પકડાતી નથી.
સાથમાં તો છે જ પણ ક્યાં અલગ ક્યારે પડી ?
એક તારી એટલી એ યાદ પકડાતી નથી.
હું ઉકેલી દઉં ઘડીમાં હોય જો મારી ભણી
પણ પડી તારા તરફથી ગાંઠ પકડાતી નથી.
આ પવન જુસ્સો કરીને જેમ ધસતો જાય છે.
તે છતાં સાહેબ, એ ડાળ પકડાતી નથી.
૨૦૦૪
0 comments
Leave comment