91 - કોઈ દિશાથી / યોસેફ મેકવાન


શ્વાસો વધેરી શબ્દ તારી પાસે આવે છે
તેથી ગઝલમાં દર્દની સુવાસ આવે છે.

મહેફિલ આ છોડી જવાનું મન થયું અમને –
કોઈ દિશાથી ક્યાં અહીં અજવાસ આવે છે?

થંભી ગયા એના ચરણનાં નૃત્ય તાલ અચિંત
બોલી ઊઠ્યું જ્યાં કોઈ ને કોઈ ખાસ આવે છે.

વ્યાખ્યા મૈત્રીની અહીં બદલાઈ ગયેલી છે
જો સાથમાં બીજું નહીં, જુડાસ આવે છે !

મારીને ઝમીર ખુદનું જે રહ્યા જીવી
આ જગત ‘સાહેબ’ એને રાસ આવે છે

૨૦૦૪


0 comments


Leave comment