92 - દર્શન / યોસેફ મેકવાન


હું સતત રહ્યો જેની તલાશમાં –
એ જ તો રહ્યું'તું આસપાસમાં !

ના નજર કરી ઊંચી, ન જોયું'તું
જોયું એ જ મેં આકાશ, ચાસમાં !

જે ફરે વિના આધાર સૃષ્ટિમાં,
એ પવન પડ્યો'તો આમ ઘાસમાં.

મ્હેલની ગઈ જાહોજલાલી, ત્યાં,
ખીલતાં ફૂલો જોયાં વિનાશમાં.

કાળ તોડવાનો કર પ્રયત્ન તું
લે, બતાવ ફૂંકી પ્રાણ લાશમાં.

૨૦૦૫


0 comments


Leave comment