93 - શ્વાસોનો સાર / યોસેફ મેકવાન
મોટાઈનું રાખે વળગણ,
ગઈ ખોવાઈ એની સમજણ,
પ્રેમના પોલા ખેલ રચાતા,
જાતનું કેવળ રાખે સગપણ.
કૉમન-મૅનનું છે વાસ્તવ આ :
જગ આખાનું એ તો બળતણ !
હદથી વધુ હો દર્દ છતાંયે,
એની કાળ ઉડાડે રજકણ !
તું રિસાયે, હું જ મનાવું,
પાકટ વયને પણ છે બચપણ !
શબ્દાર્થોમાં વીત્યું જીવતર,
દેતું ટકોરા દ્વારે ઘડપણ...
વીત્યા શ્વાસો સાર સમજાયો
આપણી છે ક્યાં અહીંયાં ક્ષણ પણ..!
૨૦૦૬
0 comments
Leave comment