94 - અત્તર-ફાયો / યોસેફ મેકવાન
મારાથી હું થયો પરાયો,
ત્યારે મને તું મળવા આ’યો.
તડકો વરસ્યો તડતડ તડતડ,
તેજ- તણખલે ભીતર છાયો.
વસ્ત્ર બધાં ઉતારી નાખ્યાં,
જાણ્યું : તો હું અત્તર-ફાયો !
જીવન સુંદરી ! શું સૂઝયું તે –
મઝધારે મલ્હાર તેં ગાયો ?
સાહેબ, જોઈ શકો તો જુઓ !
પડછાયાથી પગ બંધાયો
૨૦૦૪
0 comments
Leave comment