96 - મનહર- ગુર્જરી ગઝલનો ગુલદસ્તો / યોસેફ મેકવાન


ઓચિંતી નારી જાતને અળગી કરી ગયો,
તડકા ભરીને શ્વાસમાં, દરિયા તરી ગયો

હસતી સદા આંખો, ચમક ચ્હેરા પર હતી,
મિત્રો વચ્ચેથી સ્હેજમાં તું ક્યાં સરી ગયો?

અદશ સમયના બંધ દરવાજા વટાવતો,
રે ! સો સુધીના આંક તું જલદી ગણી ગયો !

મહેફિલમાં જ્યાં વાત ગઝલની થતી હશે,
સાહેબ, મનહર ત્યાં હશે, શબ્દ વસી ગયો.

ગઝલો વિનાની પાંગળી ફિક્કી ન ગુર્જરી,
મનહર ગઝલનો રમ્ય ગુલદસ્તો ધરી ગયો...


0 comments


Leave comment