99 - સાલ- મુબારક / યોસેફ મેકવાન


શબ્દ મનમાં ઊઘડો ઝળાંહળાં
ભીતરી અંધાર હો ઝળાંહળાં !

સાલ-મુબારક કહું છું... શ્વાસમાં –
સૂર્ય જેવા ઊગજો ઝળાંહળાં.

આ જગત છે ગૂંચનું જ ગૂંચળું,
વાટ સમજણની જલો ઝળાંહળાં !

જેમ આ બ્રહ્માંડ ઝળહળી રહ્યું
જીવતર એવું હજો ઝળાંહળાં !

આપણું શુભ જે હતું ગયું... રહ્યું...
રહો સ્મરણનો દીવડો ઝળાંહળાં !

૨૦૦૮


0 comments


Leave comment