82 - સાવ અજાણ્યું લાગે / જવાહર બક્ષી
ઘરમાં જાવું પડે ને સાવ અજાણ્યું લાગે
એક નિકટતા નડે.. ને સાવ અજાણ્યું લાગે
શબ્દનાં કાચ પહેરીને તને જોતો હઉં
કાચમાં તડ પડે ને સાવ અજાણ્યું લાગે
શ્હેરમાં શોધતો હઉં કોઈ પરિચિત ચ્હેરો
સાવ અચાનક જડે ને સાવ અજાણ્યું લાગે
એક ઈશારાનો અરથ જાણતાં જીવન વીતે
આખરે આવડે ને સાવ અજાણ્યું લાગે
એક નિકટતા નડે.. ને સાવ અજાણ્યું લાગે
શબ્દનાં કાચ પહેરીને તને જોતો હઉં
કાચમાં તડ પડે ને સાવ અજાણ્યું લાગે
શ્હેરમાં શોધતો હઉં કોઈ પરિચિત ચ્હેરો
સાવ અચાનક જડે ને સાવ અજાણ્યું લાગે
એક ઈશારાનો અરથ જાણતાં જીવન વીતે
આખરે આવડે ને સાવ અજાણ્યું લાગે
0 comments
Leave comment