3.2.1.1.3 - પ્રણય / આરંભિક તબક્કો / રાવજીની સર્જકચેતનાનાં કેન્દ્ર અને પરિઘ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા
પ્રકૃતિ અને કૃષિ જેટલું જ તારસ્વરે જેનું રાવજીએ આરંભિક તબક્કે ગાન કર્યું છે તે છે તેનો તીવ્ર રાગાવેગવાળો પ્રણયભાવ. પ્રણયને લગતાં વિધવિધ સંવેદનોને કવિએ સ્વસ્થ અને પ્રૌઢિ ધરાવતી વયસ્ક ઊર્મિઓમાંથી ચૂંટી ચૂંટીને કાવ્યસ્થ કર્યા છે. પ્રણયની અનેકવિધ અવસ્થાઓ અને છટાઓને તેમણે સહજ અને લાગણીઘેર્યો કાવ્યોદ્ગાર સંપડાવી આપ્યો છે. ‘ધવાયેલો સૈનિક’ કાવ્યની વ્યંજના તે કાવ્યને તેની સમગ્રતામાં જોવાથી જ વ્યંજિત થાય તેવી છે :
કપાયેલી ડાળ પરે ટહુક્યુંપંખી, અને યાદ બધાં ય આવ્યાં.લાવો લખું કાગળ આજ થાતું,ને ગામ આખું ઊભરાય ચિત્તે;લખું ત્યહીં સ્પર્શ થતો સહુનો.પૂરું કરું વાચન ત્યાં થતું કેરહી ગયું કેંક કશુંક જોઉંઅહીં તહીં, બ્હાર, પણે, કને, આબંદૂક જે બિસ્તર પાસ ઊભીઉજાગરેથી નબળી પડેલીપત્ની, ઘવાયો હમણાં ફરીથી.('અંગત', ‘કવિતા – ઘવાયેલો સૈનિક’)
નગરજીવનમાં રોજીરોટીનું યુદ્ધ ખેલીને જીવનસંગ્રામના કુરુક્ષેત્રમાં પડેલા જીવને સ્મરણતી પત્નીનું ભાવસંવેદનભર્યું ચિત્ર સમગ્ર કૃતિને અંતે ઊપસે છે. જે કવિને ‘કાળજે ઘા’ કરે છે અને જીવન સંગ્રામે ઘવાયેલો કવિ પુનઃ પત્ની-સ્મરણથી ઘવાય છે.
‘ઢોલિયે' કાવ્યમાં ચાર પંક્તિઓ અને ત્રણ પ્રશ્નોના સૂચિતાર્થથી પ્રેમમાં તાદાત્મ્ય પામવાની ઉત્કટ લાગણી અભિવ્યક્તિ પામે છે :
અમે અજાણ્યા ક્યાં લગ રે'શું?કહો તમારા ઘરમાં?કહો તમારા ઘરમાંથી વળીતબો-તમાકુ પંડ ઊઠીને ક્યારે લેશું(‘અંગત', ‘કવિતા – ઢોલિયે’)
તો વળી ક્યાંક કવિએ ભૂતકાળમાં પત્નીને ન ચાહી શકવાની સ્થિતિ વિશેના પોતાના પશ્ચાત્તાપને નાટ્યાત્મક કાવ્યાભિવ્યક્તિ આપી છે :
વીતેલાં વર્ષોમાં કદીય પણ ચાહી નવ તનેસ્તનોનાં પુષ્પોમાં શરમ છૂપવીને રડી પડ્યો.(‘અંગત', ‘કવિતા – એક મધ્યરાતે’)
તો ક્યાંક ‘એક વાર્તા' જેવા કાવ્યમાં વૃદ્ધ કાવ્યનાયિકાના ચિત્તમાં મૃત પતિનાં ‘કૂંણા કૂંણા સૂર્યશાં” ચળકતાં સ્મરણોનો સળવળાટ નિરૂપાયો છે :
પરવોટા = રાવજીના ગામ વલ્લવપુરાથી નજીકનું ગામઓ દૂર દૂરના લીમડા મ્હેંકે,કો'ક ઘટા લીલુંછમ ટહુકે.ખીજડે પ્હેર્યો ખૂંપ....લાગલ્યોપરવોટા*ની ડોશીને ભૂતકાળ સાંભર્યોપિત્તળના બેડા પરપાછો કૂંણો કૂંણો સૂર્ય ઊતર્યો...(‘અંગત’, ‘કવિતા – એક વાર્તા’)
(ક્રમશ :...)
0 comments
Leave comment