3.2.1.2.4 - રુગ્ણતા / પરિપક્વ તબક્કો / રાવજીની સર્જકચેતનાનાં કેન્દ્ર અને પરિઘ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા
‘બિછાનેથી' કાવ્યમાં રુગ્ણ માણસની ચિત્તસંવેદનાઓ કેવી ટરડાઈ-મરડાઈને પોતાની સ્થિતિને રજૂ કરે છે તે નોંધવા યોગ્ય છે. પ્રણયસંવેદનોનો આ નવતર, જર્જર, અવદશિત ઘાટ અપૂર્વ છે :
પથારીમાં ગોટવાતા મેઘના પહાડઓરડીમાં કફ છૂટ્યાં વિહગનો વીંઝવાતો ભારજર્જર...અચાનક પથારીમાં કણસતું સારસીની ડોક સમું કાંડું,એને શ્વાસની કુમાશથી હું સાહી લઉંજર્જર....(‘અંગત', કાવ્ય - બિછાનેથી)
રુગ્ણદેહ અને પ્રેમાલાપ તથા જાતિયરાગને અદભુત સંકુલ પ્રતીકો દ્વારા કવિ રજૂ કરે છે.
બારીમાંથી મેઘછાયી ટેકરીઓ પરહવે ફેરવું છું હાથ.માંદાં પોપચાંમાં ખીલી ઊઠી તાજીતમ રાત !રહી રહી માટીની સુગંધ મારી હથેલીને અડે,ઔષધનું લોહી પણ ફેણ ઊંચી કરે !જર્જર...(‘અંગત', કાવ્ય - બિછાનેથી)
ઉપરાંત રુગ્ણતા પ્રભાવિત અસ્તિત્વની વૈવશ્યપૂર્ણ અવદશાનું ચિત્ર જોવાથી પ્રતીત થશે કે દેહદૌર્બલ્યે તેની લાગણીઓને કેવી ઘેરી અસર કરી છે.
કેટકેટલું વીત્યું મુજને !હજી રક્તમાં વહેતો વ્યાધિઅમથી અમથીમત્ત હવાની ઘૂમરી જેવીપ્હેલાં ઘરમાં જતી આવતીએક દિવસ ના મળ્યો ?તને મેં ઔષધ પીતાં પીધી.
('અંગત', કાવ્ય – આજ અચાનક)
(ક્રમશ :...)
0 comments
Leave comment