102 - આ કેટલો / યોસેફ મેકવાન


આ કેટલો અહો સુંદર પ્રસંગ છે !
હું તો નહીં, તું ખુદ મારી જ સંગ છે !

આ મોત જે રહે સૌને ડરાવતું
એમાં કશુંક છે, સાચે સળંગ છે !

હા, એ જ પહોંચતાં ઊંચા શિખર પરે,
જેની મહીં ધગશ, લગનીનો જંગ છે.

આ શ્હેર આખુંયે દોડ્યા કરે જુઓ !
ઘોંઘાટના અહીં કેવાય રંગ છે.

આ સાંજ જિંદગીની કોકટેલ થૈ;
ન્હોતી ખબર, સમય આવો અઠંગ છે !

૨૦૦૯


0 comments


Leave comment