103 - એક વત્તા એક / યોસેફ મેકવાન


આ શ્વાસ છે,
આકાશ છે.

જે રૂપ છે,
ચોપાસ છે.

જુઓ જગત
આભાસ છે !

મારો જ શો
લિબાસ છે.

હું આમ છું,
તું ખાસ છે !

બ્રહ્માંડનો
શાં રાસ છે !

૨૦૦૯


0 comments


Leave comment