104 - મ્હોરાં ઉતારી જોઈએ / યોસેફ મેકવાન


જીવવા થોડી ખુમારી જોઈએ,
શ્વાસની ના કો' ઉધારી જોઈએ.

શક્ય છે કે યુગ પછી બદલાય આ
આપણે મ્હોરાં ઉતારી જોઈએ.

લોક આ ઊગર્યા વિના મરતા રહ્યા,
આવ, બીજાને ઉગારી જોઈએ.

આપણે જુદા પડીને જાતથી
રોજ થોડી પળ ગુજારી જોઈએ.

આટલું કરવા જ હો તૈયાર તો
માંહ્યલાને, લો, પુકારી જોઈએ.

૨૦૦૯


0 comments


Leave comment