106 - ....તો જુઓ ! / યોસેફ મેકવાન
પોતાને જ પોતે પહેરી તો જુઓ !
વહેતી આ હવામાં લહેરી તો જુઓ.
છોડા સત્ત્વ ને તત્ત્વની વાતો હવે –
પોતાના સમયને વહેરી તો જુઓ !
એના રૂપની વાત હમણાં ના કરો,
મ્હેંદી જ્યાં મૂકી એ હથેલી તો જુઓ !
લોકો ઝાંઝવામાં મરે છે ડૂબીને,
થોડી વાર સ્વપ્નોમાં લહેરી તો જુઓ !
સાચે રૂપ તમારું સાક્ષાત્ ગઝલ છે,
થોડી વાર જુલ્ફો વિખેરી તો જુઓ !
૨૦૦૯
0 comments
Leave comment