108 - હોઉં છું.... / યોસેફ મેકવાન


ફેંકે સમય જ્યાં જાળ, ઝલાયો હું હોઉં છું,
મારા વચાળે ક્યાંક પરાયો હું હોઉં છું.

જ્યાં કર્જ દુનિયાનુંય ઉતારી દઉં અને,
લાગે મને તે વાર સવાયો હું હોઉં છું.

જો અણસમજની કૈંક ઉધેઈ ચઢ્યાં કરે,
જુઓ સતત એ રીતે ખવાયો હું હોઉં છું.

કોઈ અજાણી ભૂલ થઈ જાય જો કદી –
તે આયખાભર દોસ્ત ગવાયો હું હોઉં છું.

આ જિંદગીને એક ઊંચાઈ જ આપવા,
મુજ જાત સાથે પળપળ તવાયો હું હોઉં છું.

જ્યાં જ્યાં હૃદયની પારદર્શિતા વસી હશે,
આનંદ રૂપે ત્યાં જ છવાયો હું હોઉં છું.

૨૦૦૯


0 comments


Leave comment