110 - ભરોસો શું ? / યોસેફ મેકવાન
ભડકો કરે એ જ્યોતનો ભરોસો શું ?
આવે ગમે ત્યાં, મોતનો ભરોસો શું ?
પાસે હંમેશાં આઇ-કાર્ડ રાખું છું,
આ શ્હેર છે, શ્હેરનો ભરોસો શું ?
ચાહી રહે એકાંતમાં અડધા થૈ થૈ
પણ લોકવચાળે એમનો ભરોસો શું ?
ભેળા મળીને પીઠ થાબડતા પરસ્પરની
મોટાઈના એ વ્હેમનો ભરોસો શું ?
કોણે કહ્યું આ બધું બદલાઈ ચાલ્યું ?
અંદરથી છે એ જ, બ્હારનો ભરોસો શું ?
૨૦૦૯
0 comments
Leave comment