111 - આજે ! / યોસેફ મેકવાન
ઊગો દિલોમાં ઈદુલ ફિત્ર આજે,
ચોમેર પ્રસરો એ જ પ્યાર- ઇત્ર આજે !
હદથી વધારે ના કર તું કસોટી
જો હોય તો થા પ્રગટ શીઘ્ર આજે !
માનવ ગયો છે જાતથીય નીચો
રે દોરશે કોણ સાચું ચિત્ર આજે.
સંબંધના હંસ, લો ઊડી ગયા ક્યાંયે
આ શ્વાસમાં છે એનાં છિદ્ર આજે.
અજવાસને ગળતું અંધારું જોઉં
છે આદિથી આમ, લાગે વિચિત્ર આજે !
૨૦૦૯
0 comments
Leave comment