112 - કાળની શી ભીંસ કે / યોસેફ મેકવાન


કાળની શી ભીંસ કે ના ચાં થયું ના ચૂં થયું !
કોઈએ પૂછ્યું નહીં કે ભાઈ ! આ તે શું થયું ?

એમને જોઉં અને વિહ્વળ બની બળબળ થતો –
એમણે પૂછ્યા ખબર ને દર્દ મારું છૂ થયું !

‘જિંદગીભર હું તમારી સાથ રૈશ’ આ સાંભળ્યું –
ઊતર્યો બોજો અને મન સાવ હળવું રૂ થયું !

શી ખબર, શી લાગણી ઉન્માદમાં છલકી પડી,
તે પછી તો વાતવાતે આ ‘તમે'નું ‘તું’ થયું !

એક લેવલ આપણું નહોતું ખબર જ્યાં એ પડી –
તો હસી છૂટાં પડ્યાં, એ જે થયું સારું થયું !

૨૦૧૦


0 comments


Leave comment