114 - મુક્તકો / યોસેફ મેકવાન


આ જીવનના યુદ્ધમાં રાખી ખુમારી
ઘાવ ઝીલી વાયુ શો થૈને ફર્યો છું,
મત્સ્ય સામે નીર તરતું જાય કોઈ
એ રીતે હું કાળની સામે તર્યો છું.
***
પ્રેમમાં બસ ડૂબવાનું મન થયું,
આંખમાં આ વિશ્વ મારું ઘર થયું,
નીકળ્યો હું મારી એ મંઝિલ તરફ
લોક બરાબર મારી ચોગરદમ થયું.
***
ફૂલો-પર્ણો બની ઝૂમી જોયું,
ઝાકળમાં આભને ચૂમી જોયું;
તેજના અર્કનું ઢળેલ બિંદુ છું,
બ્રહ્માંડમાં સર્વત્ર ઘૂમી જોયું.


0 comments


Leave comment