47 - વાસકસજ્જા ગઝલ / જવાહર બક્ષી
વાતાવરણમાં વર્તુળો રચવાથી શું થશે ?
તું મારી પાસ છે એ મને લાગવા તો દે
પરપોટા થઈ તરે છે બધે તારી હાજરી
ચારે તરફ હજીય અધૂરપનાં ફીણ છે
તું ચુપકદીની જેમ અચાનક થીજી ન જા,
ઇચ્છાઓની ભીનાશ આ તમરામાં ગુંજશે
તું સામે જો તો આંખમાં સ્વપ્નાંઓ ચીતરું
બહુ તો હવામાં રંગનાં ધાબાં પડી જશે
હું શું કહી રહ્યો છું મને ખ્યાલ પણ નથી
હું શું કહી રહ્યો’તો, તને યાદ છે ? કહે
તું મારી પાસ છે એ મને લાગવા તો દે
પરપોટા થઈ તરે છે બધે તારી હાજરી
ચારે તરફ હજીય અધૂરપનાં ફીણ છે
તું ચુપકદીની જેમ અચાનક થીજી ન જા,
ઇચ્છાઓની ભીનાશ આ તમરામાં ગુંજશે
તું સામે જો તો આંખમાં સ્વપ્નાંઓ ચીતરું
બહુ તો હવામાં રંગનાં ધાબાં પડી જશે
હું શું કહી રહ્યો છું મને ખ્યાલ પણ નથી
હું શું કહી રહ્યો’તો, તને યાદ છે ? કહે
0 comments
Leave comment