1 - ગીતસ્વરૂપમાં આવતી સંજ્ઞાઓનો પરિચય / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ


અંતરો – ધ્રુવપંક્તિને પુષ્ટ કરવા પ્રયોજાતું એકમ તૂક.

ઉક્તિલાઘવ – કથયિતવ્યનો આખો પિંડ એક પંક્તિમાં જ (ધ્રુવ)સમાવિષ્ટ કરવાની કવિતરકીબ. [સૉનેટમાં કવિ, અધૂરો ભાગ બીજી પંક્તિ સુધીલઈ જાય છે, ગીતકાર એવું કરે નહિ.]

ધૃવખંડ – ધ્રુવપંક્તિની જેમ ખપમાં લીધેલું ધ્રુવતત્વ કે જે ધ્રુવપંક્તિ કરતાં નાનું હોય.

ધ્રુવપદ – ગીતનો કેન્દ્રભાવ જેમાં ઝિલાયો હોય એવી ભાવાવેગી પંક્તિ

પ્રાસ – પંક્તિની અંતે આવતા વર્ણો બીજી પંક્તિને અંતે આવતા વર્ણો સાથે જે ધ્વનિસામ્ય સાધે છે તે અંત્યાનુપ્રાસ.
   – પદારંભે આવતો વર્ણ પુન: પુન: પદોમાં આવે તો વર્ણસગાઈ

પ્રાસપૂરકો – ‘હે’‘રે’, ‘અને’, ‘જી’ પૂરકો એક રીતે તો સંધાન છે. દા.ત. – હવે આંખોને કેમ રે ભુલાવવું.

રાગીયતા – ઉક્તિના શબ્દ અને અર્થ-વિન્યાસમાંથી પ્રાપ્ત થતો આવિર્ભાવ, જે ‘રાગ’ અને ‘ગાન’થી સ્વતંત્ર છે.

લય – જુદાં જુદાં તત્વોની નિરાળી સંવાદિતા, જેમ કે નિશ્ચિત માત્રામાં નિશ્ચિત આવર્તનો દ્વારા પ્રગટતી નિયમિત ધ્વન્યાત્મકતા, પ્રાસતત્વમાંથી પ્રગટતી અને બેવડાતી ધ્વન્યાત્મકતા, સ્વરવ્યંજન-સંકલન, વર્ણસંવાદ જેવાં બાહ્ય તત્વો અને અર્થસંવાદ જેવાં ભીતરી તત્વોમાંથી જે પ્રગટે છે તે લય અર્થસંવાદમાંથી પણ લય જન્મી શકે.

સ્વર વ્યંજન-સંકલના – એક પદમાલામાં આવતાં પદો વચ્ચેનાંસ્વરવ્યંજનમાં રહેલી પારસ્પરિક સંવાદિતા.
* * *


0 comments


Leave comment