3 - કાવ્ય / રવીન્દ્રનાથ ઠાકુર


આજે પ્રથમ ફૂલનો પ્રસાદ પામીશ,
તેથી જ પ્રભાતે ઊઠ્યો છું.
આજે પ્રથમ આલોકની વાણી સાંભળી શકીશ,
તેથી જ બહાર ભાગ્યો છું.
હું જો ગૂંથું ગાન, અસ્થિર પ્રાણ,
એ ગાન હવે કોને સંભળાવીશ ?
હું મારા આ પ્રાણ કરી દઉં દાન,
તો દાન કોના ચરણમાં કરીશ ?

–રવીન્દ્રનાથ ઠાકુર


0 comments


Leave comment