3.7 - કાવ્ય. ૪ર આનંદ શો અમિત / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


   કાવ્યનાં નાયક-નાયિકા ગ્રામસમાજનાં છે. આ કૃષિદંપતીના જીવનમાં કર્તવ્યપ્રાપ્ત સહજ આનંદની અભિવ્યક્તિ છે. જે વ્યક્તિ પ્રાપ્તવ્ય કર્મમાં લીન રહે છે તેને તેનો ફલાનંદ પ્રાપ્ત થઈ જ રહે છે તે વિચારદૃષ્ટિ અહીં રજૂ થઈ છે.

   ‘ચારો ત્યજી.... તવ ગોઠડીમાં' : મધ્યાહ્ને ચારો ચર્યા પછી આરામ કરતું ધણ અને ભાત આરોગ્યા પછી આનંદગોઠડીમાં આરામવ્યસ્ત દંપતીનું ચિત્ર. આવાં સ્વભાવોક્તિ અલંકારના અનેક દૃષ્ટાંતો આ કવિની કૃતિઓમાં જોવા મળે છે.

   ‘વાજી રહે ઘુઘરમાં પશુ કેરી મૈત્રી...' : ખેડૂતની પશુમૈત્રીની કાવ્યાત્મક અભિવ્યક્તિ ‘જો એમણે... તૃણભાર લીધો.’ ખેડૂતના જીવનમાં પશુનો કેટલો મહિમા છે તે અહીં વ્યજિત છે. પશુ ખેડૂતના જીવનનો ભાર ઉપાડે છે તે ખેડૂત સ્ત્રીએ પશુ માટે માથે ચારનો ભારો ઉપાડ્યો છે ! વિચારસભર સ્વભાવચિત્ર રજૂ કરતી પંક્તિઓ. એક રીતે ખેડૂત નાયકની આ ઉક્તિ એમનો આત્મસંતોષ અને પોતાનાં પશુ પ્રત્યેની આત્મીયતા પ્રકટ કરે છે.

બ્રાહ્મવેળ-વહેલી પરોઢને સમય, ભાત-ભોજન, શ્રમિણ-થાકેલો, ઉછંગ-ખોળો.
* * *


0 comments


Leave comment