19 - ગઝલની ગઝલ / જવાહર બક્ષી


શરમથી શબ્દ પડ્યા છે સમયનું ઘાસ થઈ
કવિની લાલ – પીળી વાત પણ ખલાસ થઈ

જનમ જનમથી સબંધાયો છું હું શ્વાસ થઈ
ન સંકળાવ મને આમ ફક્ત પ્રાસ થઈ

પવનને નડતી રહી વેદના ઉજાસ થઈ
જો અંધકાર થયો તો બધે સુવાસ થઈ

ફર્યા કરું છું હજી તારી આસપાસ થઈ
વિચારમગ્ન થઈ, ખુશ થઈ, ઉદાસ થઈ

બધાના પગ તળે કચડાઈ ગઈ કોઈ બાબત
અને શહેરનાં ખૂણે ખૂણે તપાસ થઈ


0 comments


Leave comment