88 - મનગમતું એકાંત – (વિષમ છંદ) / જવાહર બક્ષી


મૂંગા શબ્દને પાથરવો છે
જીવંત મૌનની સામે અરીસો ધરવો છે

સૂરજ સૂરજ દોડો દોડો
હજી તો રણમાં આ ઝાકળનો દરિયો ભરવો છે

કોઈ ખૂણેથી છંદ તૂટ્યો છે
હવા હવામાં કોઈ લયનો શ્વાસ ભરવો છે

ચ્હેરા ચ્હેરા વિખરાયા છે
કહો તો કોને જઈને સવાલ કરવો છે ?

મનગમતું એકાંત મળે તો
કોઈની સાથે અડાબીડ પ્રેમ કરવો છે


0 comments


Leave comment