4.2 - નિયતિ / મનીષા જોષી


ધરતીના પોલાણમાં ઊંડે સુધી ખૂંપતા જવું
કે અંતરીક્ષમાં તર્યા કરવું –
ધરતીના પેટાળમાં મળનાર કોઈ ધગધગતું પ્રવાહી
કે અવકાશમાં મળનાર કોઈ ઝેરી વાયુ –
          બંને એક જ અનુભવ છે.


0 comments


Leave comment