67 - રણની એક અદબ / જવાહર બક્ષી


પહેલાં કશુંક થાય છે જે સાવ બેસબબ
એનાં પછી મળે છે શું બ્હાનાં અજબ અજબ

મારી દશાની યાદ નડે નહિ તો વેર લઉં
હું પણ તને નહીં મળું નક્કી થયા મુજબ

તારા વિના જ રાતદિ’ ચૂપચાપ જાય છે
સ્વ્પ્નોય આવતાં નથી મારા કહ્યા મુજબ

જળ નહિ મળે તો પીશું હવાની ભીનાશને
ઝાકળ ઝીલી ઝીલીને હવે બાંધશું પરબ

મૃગજળમાં શું છે એની ખબર છે મને ‘ફના’
દોડીને માત્ર જાળવું છું રણની એક અદબ


0 comments


Leave comment