6.1 - અંધારું / મનીષા જોષી


મારી આંખોના અંધારાથી
સળગી ઊઠે છે ઘાસના પૂળાઓ.
એ આગની લપેટમાં
મારું આખું શરીર પણ નષ્ટ થઈ જાય છે.
અસ્થિફૂલો યે પાણીમાં વહી જાય છે,
છતાં અકબંધ રહે છે
મારી આંખોનું અંધારું!


0 comments


Leave comment