94 - પડાવ છલકે / જવાહર બક્ષી
દરિયો છલકે તળાવ છલકે
ક્યાં ક્યાં ભીનેરો ઘાવ છલકે
સઘળે ખાલીપણું ભર્યું છે
જાણે તારો અભાવ છલકે
તારે કાયમ રહે ઉપેક્ષા
અહીંયા કાયમ લગાવ છલકે
ચાલું તો લય છલક છલક છે
બેઠો રહું તો પડાવ છલકે
પ્હોંચ તારી ગલી સુધી.... ને
સાવ અચાનક સ્વભાવ છલકે
આજે દર્પણ છે સ્હેજ ભીનું
જો તું આવ, તો સાવ છલકે
ક્યાં ક્યાં ભીનેરો ઘાવ છલકે
સઘળે ખાલીપણું ભર્યું છે
જાણે તારો અભાવ છલકે
તારે કાયમ રહે ઉપેક્ષા
અહીંયા કાયમ લગાવ છલકે
ચાલું તો લય છલક છલક છે
બેઠો રહું તો પડાવ છલકે
પ્હોંચ તારી ગલી સુધી.... ને
સાવ અચાનક સ્વભાવ છલકે
આજે દર્પણ છે સ્હેજ ભીનું
જો તું આવ, તો સાવ છલકે
0 comments
Leave comment