14 - નીલકંઠી ક્ષણો / જવાહર બક્ષી


એક ઝાકળનાં ટીપાને દરિયે હવે
ચાલ આકાશ પાતાળ રમીએ હવે

જાણવાના પ્રયત્નો ન કરીએ હવે
ચાલ આકાશ પાતાળ રમીએ હવે

નીલકંઠી ક્ષણો શેષ રહી છે હવે
ચાલ આકાશ પાતાળ રમીએ હવે

સહુ ક્ષિતિજોને ઓળંગી જઇએ હવે
ચાલ આકાશ પાતાળ રમીએ હવે

આપણે ક્યાંય મળીએ ન મળીએ હવે
ચાલ આકાશ પાતાળ રમીએ હવે


0 comments


Leave comment