64 - આસપાસનું / જવાહર બક્ષી


શું બળ ઘટ્યું બસ આટલામાં મારી પ્યાસનું !
મૃગજળ પિવાયું છે હજી તો આસપાસનું

રોકીને રાખવું છે હવે વ્યર્થ શ્વાસનું
મોજું ફરી વળ્યું છે હવામાં સુવાસનું

એને પ્રગટ થતાં જ વધાવી છે એ રીતે
ઇચ્છા તો નામ પણ હવે નહિ લે વિકાસનું

ટેવાઈ ગઈ છે આંખ હવે અંધકારથી
મારે ફરીથી કામ પડ્યું છે ઉજાસનું

જાહેરમાં હું તારી જે નિંદા કરું ‘ફના’
બ્હાનું ન હોય તારા વિષેની તપાસનું


0 comments


Leave comment