15 - ઉલેચ / ધીરેન્દ્ર મહેતા
નયન થયાં ડળક ડળક...
ને માંહ્ય કૈં ખળક...ખળક...
રે તૂટુંતૂટું હું મૌન આ,
ને રાત આ ઢળક ઢળક !
ફૂટી ન ફૂટી એક કળી,
ને વેલ કૈં લળક લળક!
દિશા બધીય ધૂંધળી ?
શું પેલું ત્યાં ચળક ચળક?
ઉલેચ રાખ, જો, કશું
થઈ રહ્યું ઝળક ઝળક!
ન વાવને કશી ખબર,
ને જળ મહીં ગળક...ગળક...
૯-૧૨-૭૭
0 comments
Leave comment