87 - ભીનાશ મળી છે / જવાહર બક્ષી


સમજણમાં ભીનાશ મળી છે
લ્યો ! રણમાં ભીનાશ મળી છે

આંખોમાંથી છટકી ગઈ’તી
દર્પણમાં ભીનાશ મળી છે

સૂરજનું નિદાન શું કરવું ?
કિરણમાં ભીનાશ મળી છે

સબંધોનું આ થિજાવું
કારણમાં ભીનાશ મળી છે

સ્વપ્નો જોવાની ફલશ્રુતિ !
પાંપણમાં ભીનાશ મળી છે

કેમ ન હો જીવન ધુમાડો ?
ઇંધણમાં ભીનાશ મળી છે


0 comments


Leave comment