29 - હું ક્યાં છું / જવાહર બક્ષી


અંધારું એના નીડમાં પાછું ફરે નહીં
ને તારી આંખમાંથી સૂરજ નીકળે નહીં

મારો વિષાદ શ્વાસના ગુંબજમાં ઘૂમરાય
કોઈય ભીંત, થાંભલો, ખૂણો મળે નહીં

હું દિગ્વિજય કરીને પ્રવેશું નગર મહીં
ગલીઓમાં ફરતો રહું ને મને ઘર મળે નહીં

હું ક્યાં છું, કોઈ તો કહો, હું કોની પાસ છું ?
સૂરજ, અરે સૂરજ, અરે સૂરજ છે કે નહીં ?


0 comments


Leave comment