53 - લખી બેઠો / જવાહર બક્ષી


આખરે હું ગઝલ લખી બેઠો
રાહ જોઇને ક્યાં સુધી બેઠો

દૂરતા ઓગળી રહી જ હતી..
સ્પર્શ વચ્ચે જ ઘર કરી બેઠો

ઓ વિરહ ! થોડું થોભવું તો હતું
એમનું નામ ક્યાં લઈ બેઠો

કેટલાં કારણો હતાં નહિ તો
કોઈ કારણ વિના ફરી બેઠો

ફક્ત તારા સુધી જ જાવું’તું
પૂછ નહિ ક્યાંનો ક્યાં જઈ બેઠો

આજ પણ એ મને નહીં જ મળે
આજ પાછું સમરણ કરી બેઠો


0 comments


Leave comment