20 - પાછું આપો / ધીરુ પરીખ


પાછું આપો મુજને
મુજને એ જ મળસકું પાછું આપે.
ઘરઘર પેંડાંના રવમાં
પિલાતું આજે;
પેલુ કલરવથી રેલાતુ
મારું એ જ મળસકું
પાછું આપો મુજને.

ધુમાડાના કર જલ્લાદી
જન્મે ત્યાં તે ગળું ટૂંપતા આજ;
હવે ત્યાં વ્યોમ–પારણે
ઉછાળે નવજાત શિશુ શાં
કરચરણો તે તલવરણું કૈં
એ જ મળસકું પાછું આપો.

ભીંતો ભીંતો ભીંતો વચ્ચે
નજરકેદ આ નજર તેહને
પર્ણ પર્ણની કોરે વ્હેતી
તેજલ નદીમાં છાનું છાનું
ન્હાતું મુજને એ જ મળસકુ
પાછું આપો.


0 comments


Leave comment