23 - જળ વહેરાયું હશે / ધીરેન્દ્ર મહેતા


આકાશમાં જે પહેલવહેલું ગીત રેલાયું હશે,
એ ગીતમાં ત્યારે જ મારું નામ બોલાયું હશે.

આકાશ વહેરાયું હશે વાદળ વચાળે વિજથી,
ઊડ્યાં હશે એ સૌ વમળથી જળ વહેરાયું હશે.

જે થાય પરપોટો હશે એ જળ વિશેની વેદના,
જોનારને જોતાં કદી શું એમ દેખાયું હશે?

જે સ્પર્શથી પરદા મહીં આ આટલા તો સળ પડ્યા,
વાતાવરણમાં શું અચાનક આમ લહેરાયું હશે !

રણની ઉપરથી વાદળી વરસ્યા વગર ચાલી ગઈ,
એણે સમંદરને હવે ભરપૂર જળ પાયું હશે ?

૧૭-૭-૮૪


0 comments


Leave comment