24 - જોયું / ધીરેન્દ્ર મહેતા
ન હતું જ કશે તે સ્થળસ્થળમાં જોયું,
જે બાષ્પ થયું તે વાદળમાં જોયું !
વિખરાઈ કદીક પળપળમાં જોયું,
થઈ એક ફરી, થઈ સાંકળમાં જોયું !
જો, સ્પર્શ વડે જ થઈ શકે આ અનુભવ
આકાશ હતું કંપતું, જળમાં જોયું
સુક્કા પર્વતનું અસલી રૂપ કદી,
ગાતા ઝરણાના ખળખળમાં જોયું !
આ ધગધગતું રણ, આ ઝરમર શ્રાવણ,
જોયું, સઘળું આ કાગળમાં જોયું !
ર૯-૧૨-૭૮
0 comments
Leave comment