30 - છળ / ધીરેન્દ્ર મહેતા
એમ પ્રસંગો જાય કરી છળ,
પહેરી ઊભે વીતેલી પળ !
નભ આખું છે આકળવિકળ,
આવ, તરત તું આવીને મળ !
ધાર્યું નહોતું તારા સ્મરણે,
આમ સમયમાં જાય પડી સળ !
ભીતર શું છે ખબર નથી કૈં,
મેં તો જોયું આંખોમાં તળ !
ચાંદને રોકી રાખો નભમાં,
ઘૂમરી લે છે ઘૂમરી પર જળ !
બાળી નાખ્યે વળશે ના કૈં,
એમ નહીં એ મૂકી દે વળ !
નહિ તો કરશો કઈ રીતે છળ?
આંજી દેતી પહેરી લ્યો પળ !
૨૯-૧૧-‘૭૯
0 comments
Leave comment