6 - પ્રકરણ – ૬ : અન્ય મહત્ત્વના કવિઓ / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


આધુનિકોત્તર ગુજરાતી કવિતાના આ શોધનિબંધમાં નિયત કરેલા આઠ કવિઓ ઉપરાંત અન્ય કેટલાક કવિઓ લીધા છે. જેમણે આ આખા કવિતાપ્રવાહને પૃષ્ઠ કરવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. તેમ જ પોતાની સ્વકીય મુદ્રા પણ રચી છે. આ કવિઓમાં ભરત નાયક, જયેન્દ્ર શેખડીવાળા, કાનજી પટેલ, બાબુ સુથાર, મનોહર ત્રિવેદી, કમલ વોરા, નીરવ પટેલ, મનીષા જોષી, સરૂપ ધ્રુવ, દિલીપ ઝવેરી મહત્ત્વનાં છે. આ દરેક કવિઓએ વિષય અને સંવેદન, અભિવ્યક્તિરીતિ કે ભાષારચનાની દૃષ્ટિએ કંઈક નોખું નિપજાવવાનો પડકાર ઝીલ્યો છે.

(ક્રમશ :...)


0 comments


Leave comment