22 - હેમખેમ / ધીરુ પરીખ


ક્યાંથી ફૂટી નીકળ્યાં
આ પાછાં જૂનાં શિંગ ?
હાથે-પગે પાછા એ જ ન્હોર ?
એ જ પુચ્છ ?
કહે છે કે જનતાએ જનમાવી ક્રાન્તિ
માણસ નામની કોણે મારી હશે ડિંગ ?
વળી પાછો
સામાજિક વ્યવહાર ચાલ્યો શાણો શાણો.....
હમણાં ફૂટ્યાં'તાં
પેલાં શિંગડાં–નહોર-પુચ્છ
સકલ એ હિંસ્ત્રતાનું ગુચ્છ
કબરમાં ગયું કઈ દટાઈ ?
શોધી રહ્યું ત્યારે લાગે
માણસ નામનો ઉપર
ચણી લીધો પાણો.
વારે વારે
કાલાંતરે
આમ
નવસર્જન થતું રહ્યું,
થતું રહેશે એમનું તે એમ.
જેટલો સમય મને માણસ પ્રમાણો,
પશુતાની કબર ઉપરનો જ પાણો
પડ્યો રહેશે જેટલો સમય
તેટલો
લો હેમખેમ !


0 comments


Leave comment