28 - ખીલાની પ્રાર્થના / ધીરુ પરીખ


પૂરાં થયાં
ઓગણીસ્સો ચુંમોતેર વર્ષ;
પરોવાયા પ્રાર્થનામાં
અગણિત હાથ મહીં કેટલું છે હર્ષ !

સામે ઈસુ ક્રૉસ ચઢ્યા;
ખીલા તો એમ ને એમ ઈસુ મઢ્યા વલવલે :
પેલા હાથે ગ્રહી ગ્રહી અમને ખીલાઓને રે
આલિયાને વધસ્તંભે જડી દીધા,
પછી થયા ઢીલા.

ત્યારથી તે કરગરી કરગરી
કરુણાર્દ્ર ભાવે
સદીઓ પહેલાંના એ
પાતકની ક્ષમા રહ્યા ચહી :
ઈસુ તણા વપુની શી યાતનાને
અમે રહ્યા સહી !

અમને ક્યાં હતાં ત્યારે હાથ જેવાં અંગ
કે મારાઓની સંગ ખેલે વિરોધનો જગ ?
અમને ઊગ્યા ન હજુ હાથે !
કેમ આજ ક્ષમા કાજ
જોડીએ બે સાથ ! ?


0 comments


Leave comment