3.12 - ગીત ૨ આડે ઊભાં સાગ, શાલ્મલી / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


ખીણમાં પા પા પગલી ભરતાં ઊર્ધ્વ શિખર આંબવાની મહેચ્છા રાખનારને ‘તું વિણ સબ નિઃસાર’ લાગે છે, કારણકે તે તત્ત્વ અને તેને પ્રાપ્ત કરવાની મહેચ્છા રાખનાર આડે સાગ-શાલ્મલી, ઊંચી ડુંગર-ધારના અંતરાયો છે. ઉષાની કોમળ આંગળીએ-'અંધારાના ઊઘડે ઉર'માં કલ્પનનું નાવીન્ય આસ્વાદ્ય છે.

‘યાચું, હું સાવ સગીર’- સગીર હૈયાની અધીરાઈની તીવ્રતા ‘અણસાર લગીર'ની યાચનામાં પ્રકટ કરાઈ છે, હૈયાને સાવ સગીર કહેવામાં તેની નિર્દોષતા સૂચિત થાય છે.


0 comments


Leave comment