31 - ફુરચા / ધીરેન્દ્ર મહેતા


કરીએ ચાલ, આપણને મળેલા નામના કુરચા,
સુરાને ગટગટાવીને કરીએ જામના કુરચા.

જતનપૂર્વક અમે ભેગી કરેલી હામના ફુરચા,
બરોબર એટલે સમજો થયા છે રામના કુરચા.

ગલી લાગી ગઈ છે હાથ, ચાલો, નીકળી જઈએ,
કે આડેધડ કરીને માર્ગ આ સરિયામના કુરચા.

નિશાની કાલિમા વચ્ચે સિતારા એમ વેરાયા,
સુરા ઢોળાઈ ગઈ હો ને થયા હો જામના કુરચા !

ધુમાડો ચીમનીમાંથી વછૂટી એમ ફેલાયો,
બધે ઊડી રહ્યા જાણે હવામાં ગામના કુરચા !

લઈને સાથમાં એને ગયાં અણજાણ રસ્તે એ :
મળી ન ભાળ એની ને થયા છે આમના કુરચા.

૧૯-૧૧-૧૯૭૯


0 comments


Leave comment