33 - પાંચ નકાર / ધીરેન્દ્ર મહેતા


ચાંચ ચકલીની સતત પછડાયા કરી,
દર્પણ કદી ફૂટ્યાં નહીં !

ગોફણ રહી ખેંચાયેલી અધવચ્ચમાં,
ને પથ્થર વછૂટ્યા નહીં !

પાદર અનિમેષ નયને તાકી રહ્યું,
ધણ કેમ હજી છૂટ્યાં નહીં !

ખૂંપી ગઈ જઈ શૂન્યમાં એ આંખ તો,
પણ ઘેનને ઘૂંટ્યાં નહીં !

ખાલી જ થાવાનું હતું રે એમને,
એ જામ, જે તૂટ્યા નહીં !

૨૭-૧૧-૧૯૭૯


0 comments


Leave comment