38 - અવરજવર / ધીરેન્દ્ર મહેતા
ખાંગા થઈને બેઠાં ઊંટ
હવે કદી નહિ ઊઠે,
એમનું યાં...યાં...યાં સંભળાયા કરશે
છેક લગી.
રેતીમાં ભળી ગયેલું
અસ્ત થયેલા સૂર્યનું તેજ
ઝગ્યા કરશે બળ્યા કરતી આંખોમાં.
એમાં
પડેલાં
પગલાં
કુંકાશે
વંટોળમાં
ને
પડછાયા થઈને ફેલાશે
આખા રણમાં..
આમ
આંખ ખૂલે
કે
ના ખૂલે
એક અવરજવર
ચાલ્યા કરશે
શ્વાસ-ઉચ્છવાસ–માં :
બસ ચાલ્યા કરશે,
ચાલ્યા કરશે.......
૨૩-૦૬-૧૯૭૮
0 comments
Leave comment