40 - એકનું એક જ / ધીરેન્દ્ર મહેતા


યુગો પછી,
આજ ફરી કુટીરે
આતિથ્ય સ્વીકાર કરી પધારે
મારા પ્રભુ.
કાન દઉં જરા તો
આ સાવ ધીરાં પગલાં સુણાય...
તે લાવ, લે છવ, તુરંત મારું
આ એકનું એક જ વસ્ત્ર મોંઘુ
કેમે કરી સાંધીસીવી લઉં કે
એની કને મારી ગરીબી થાય
ના રે છતી !

૨૭-૫-૧૯૬૩


0 comments


Leave comment